કંઇક તો છે જ
કંઇક તો છે જ
આમ વાતો કરે છે, તેમ વાતો કરે છે,
આમ વાતોમા તુ રુઠે છે, કંઇક તો છે જ.
કોઇનો મનથી વિચાર કરે છે,
વિચારોમા ખોવાયેલ રહે છે,
કેમ આમ એકાંત શોધે છે ?કંઇક તો છે જ.
નવી ધરતી, નવી દુનિયા, વિશાળ પટ સેંકડો મનુ
હેરાન કરે છે બીજાને, કંઇક તો છે જ.
રહેતો હતો સાથે, દીલથી દીલની વાતો થતી,
આજે દુર છે વાતો, કંઇક તો છે જ.
વ્યોમની થાળી ભરી છે, અગણ્ય તારાઓની
આજે નથી ટમટમતા તારલા, કંઇક તો છે જ.
ઋતુમા વરસે છે વર્ષા, કિસાનને મદદ કરે છે,
રુઠીછે વર્ષાનીની રાણી, કંઇક તો છે જ.
અમીરીની મોજ ઘણી લીધી, તનની મેહનત કરો હવે,
આમ, અમીર પરસેવો પાડે. કંઇક તો છે જ
