STORYMIRROR

Bharat Thacker

Others

4  

Bharat Thacker

Others

" કલમની કમાલ કે કમાલની કલમ "

" કલમની કમાલ કે કમાલની કલમ "

1 min
359

કલમની વાત ન્યારી,

કલમ તો કામણગારી કમાલ છે,

ખ્યાલોનું પણ રાખે ખ્યાલ,

કલમ શબ્દોની ચાલ છે.


લીલેરી લાગણીઓ થકી હોય છે,

સહુની દુનિયા તરબતર,

કલમ તો લાગણીઓને સંભાળતી,

સુરક્ષીત ઢાલ છે.


ગમે તેવી હોય ટાંક કે,

ગમે તેવી હોય કલમની સ્યાહી,

કલમમાં સમાઇ,

મા સરસ્વતીની વીણાના તાલ છે.


તલવારથી પણ છે સશકત,

આત્માની અવાજ છે,

કલમની તાકત સામે,

કોઇની ક્યાં મજાલ છે ?


જિંદગી ભલેને રમતી હોય,

આપણી સાથે ગમે તેવી રમત,

કલમ આપણું કરમ,

આપણે તો કરવાનું કલમને વહાલ છે.


વિધિની એ પણ હોય છે કેવી કરુણ વક્રતા,

મૃત્યુદંડ ફરમાવતા સમયે,

કલમને પણ કરાય હલાલ છે.


Rate this content
Log in