કલમ ઉપડી ગઈ છે મારી
કલમ ઉપડી ગઈ છે મારી
1 min
191
કંઈક નવું કરવા સારું, કલમ ઉપડી ગઈ છે મારી.
અનુભવોને આકાર દેવા, કલમ ઉપડી ગઈ છે મારી.
શબ્દકોષનાં પૂરાં જ્ઞાન વગર, કલમ ઉપડી ગઈ છે મારી.
ખુશ રોજ રહેવા માટે, કલમ ઉપડી ગઈ છે મારી.
દ્રશ્યોને સજાવવા સારુ, કલમ ઉપડી ગઈ છે મારી.
લાગણીને આઝાદ કરવાં, કલમ ઉપડી ગઈ છે મારી.
ખુદને અરીસામાં જોવા માટે, કલમ ઉપડી ગઈ છે મારી.
વાચકોને ઈશ્વર બનાવવા, કલમ ઉપડી ગઈ છે મારી.
મારી કિતાબને શબ્દોથી સજાવવા, કલમ ઉપડી ગઈ છે મારી.
અદ્રશ્યને દ્રશ્યમાન બનાવવા, કલમ ઉપડી ગઈ છે મારી.
સપનાંઓને સાકાર કરવા, કલમ ઉપડી ગઈ છે મારી.
અખૂટ શાહીથી ભરેલી, કલમ ઉપડી ગઈ છે મારી.
