કલમ : મારી પ્રિય સખી
કલમ : મારી પ્રિય સખી
1 min
11.4K
પુસ્તક મારી પાઠશાળા
સમય મારો શિક્ષક
પુસ્તકોએ દીધી શિખ ઘણી
ખરી કસોટી સમયે કરી
જ્ઞાન દિધુ મુજને ખૂબ
મૌન જ છે ઉત્તમ સંભાષણ
શીખવ્યું એણે મુજને બખુબ
સમયે આપી કલમની બક્ષીસ
ધરી હાથ, ચડાવી શિશ
આ કલમ; મારી પ્રિય સખી
મુજ આતમ ભાવના સદાય એણે લખી
પુસ્તક, સમય ને કલમનો ઉપકાર
સદા સાથ આપવા બદલ આભાર !