કિનારા કરોના
કિનારા કરોના
1 min
14.6K
મળેલી ક્ષણોમાં વધારા કરોના,
નજર આમ ત્યાગી નજારા કરોના.
અમે રાહ જોતાં રહ્યાં આવવાની,
વધુ ફાસલાના કિનારા કરોના.
હ્રદય આશ લાગી ઉમીદો ઉવેખી,
નિગાહે દબેલાં ઇશારા કરોના.
અપેક્ષા જગાવી ભલા ભાવ કેરી,
હવે તો અમારા તમારા કરોના,
સહજ સ્નેહ નાતે નિછાવર થયેલાં,
ઉપેક્ષા કરીને અકારા કરોના.
કરમના તકાજે ધર્યો ભેખ માસૂમ,
કસોટી ભરેલાં વધારા કરોના,

