ખૂબ અઘરું છે
ખૂબ અઘરું છે
પ્રણય થઈ જાય છે પળમાં, બસ એ નિભાવવાનું ખૂબ અઘરું છે
દીવો સળગાવવા કરતા સળગતો રાખવાનું ખૂબ અઘરું છે,
વીતે વર્ષો છતાં નવજાત બાળક જેમ એ નાજુક ને નાજુક
ને એથી લાગણીની જાતને ઉછેરવાનું ખૂબ અઘરું છે,
તમે એક આંખથી હસવું ને બીજી આંખથી રડવું શીખી પણ લ્યો
પરંતુ કઈ હસે ને કઈ રડે છે, જાણવાનું ખૂબ અઘરું છે,
જરુરી તો નથી કે પ્રેમમાં પડનારને દર્દો જ મળવાનાં
પરંતુ જો મળ્યાને, તો દવાઓ શોધવાનું ખૂબ અઘરું છે,
ન એવું માનશો નિષ્ફળ જશું જો પ્રેમમાં, મશહુર થઈ જાશુ
મરીઝ માફક ગઝલમાં વેદનાને ઘુંટવાનું ખૂબ અઘરું છે.