ખુશીઓનો પટારો
ખુશીઓનો પટારો

1 min

98
જીવનનો પટારો ખોલજે ખુશીઓ બહારે આવશે,
હો ભલેને સાંજ પણ એ સ્મિત સવારે આવશે.
દુઃખ, દર્દને પીડા એ સઘળો ખેલ કર્મના હાથમાં,
દિલની દુઆઓ ફળશે ત્યારે આનંદ અપારે આવશે.
ના સમય રહ્યો અખંડને ના કદી રહેવાનો એ,
પણ સમયની યાદ અહર્નિશ એકધારે આવશે.
બંધ જંજીરો કનેથી તું થશે આઝાદ તો,
લ્હેરખી એ આત્માની દિલ સહારે આવશે.
જીવવા મળ્યું જીવન તો મોજથી જીવી જવું,
લે હસી લે ક્ષણમહી આ મોત દ્વારે આવશે.