ખુશ છું હું
ખુશ છું હું
1 min
1.4K
નથી જરૂર તારી ખોટી હાજરીની હવે ખુશ છું હું
નથી જરૂર તારા નામના સાથની હવે ખુશ છું હું
તારી જવાબદારીઓમાં જ રહેજે હવે
મારી જવાબદારીઓમાંથી તને મુક્ત કરી
ખુશ છું હું
સમયનું બહાનું નહિ કાઢવું પડે હવે
તારો સમય તને આપીને ખુશ છું હું
નહિ વિચારતો કે એકલી પડી જઈશ
મારા એકલતાનો સાથ મેળવી ખુશ છું હું
કોશિશ કરીશ તું પાછા ફરવાની
એવા ભ્રમને તોડી ખુશ છું હું.
