ખુમાર
ખુમાર
1 min
27.9K
તકતા રહીને આંખમાં ભરતા રહી ખુમાર,
રાખી દરશની કામના જોતાં થયાં સવાર.
ઘેલાં કદમ ને માંડતાં ગોતે ચમન નિખાર,
આશા કરીને દેખતાં ઉઘડી નવી બહાર.
આંબે દબેલી ગુંજતી કોયલ તણી પુકાર,
વાદળ સરીને ગાજતાં ભીતર ભરી ફુવાર.
કોરણ વરેલાં જોઇને પગલાં ડરે અપાર,
ભયથી ભરેલી ચાલતી હસ્તી બની ધરાર.
મનની જગેલી ભાવના જોતી ચડ્યો ઉતાર,
વચ્ચે પડેલી આજ પણ ભરતી નહીં દરાર.
આગળ થવાની હોડમાંગણતા કદમ શુમાર,
માસૂમ સમયની દૌડમાં શોધી રહ્યા કરાર.

