ખટરાગ
ખટરાગ
1 min
198
મનમાં ખટરાગ છૂપાવીને રાખે છે,
છતાંય જીભ પર મીઠાશ રાખે છે,
નિંદારસમાં જ રાત દિવસ ગુજરે છે,
સંબંધોમાં હૃદયનાં દ્વાર બંધ રાખે છે,
એવાં પ્લાન કરીને ખટરાગ રમત રમે છે,
છતાંય ચહેરા પર તો સ્થિરતા રાખે છે,
ભાવના આંખો એમની વાતો કરી દે છે,
બંધ હોઠો પર હૈયામાં ખટરાગ રાખે છે,
ચિતરવી કેમ કરી એ ખટરાગ હોળી છે,
દંભીઓ એને તો હૈયામાં જ રાખે છે.
