ખોળો
ખોળો
1 min
11.9K
આંખોમાં નીતરે એની રોજ અમીધારા
વરસાવે અનહદ પ્રેમ,
પાથરે એ તો સ્નેહધારા.
ધબકાર છે મુજ હૃદયનો
વહેતો સગપણનો ધોધ નિરંતર,
આવે ના કદી એમા ભરતી કે ઓટ.
એ તો છે જનની મારી
પડી છે મુજ ને એની ખોટ.
છે વિશ્વનું ઉત્કૃષ્ટ સૌંદર્ય
મા તુજ વાત્સ્લયનો જોટો થયો.
મુજ માટે ઐશ્વર્ય તુજ ખોળો થયો.
