STORYMIRROR

Lata Bhatt

Others

3  

Lata Bhatt

Others

ખોલ મુઠ્ઠી…

ખોલ મુઠ્ઠી…

1 min
29K


ખોલ મુઠ્ઠી કોણ આવી કાનમાં આ કહીં ગયું,

મુઠ્ઠી ખોલી તોય થોડું હાથમાં જો રહી ગયું.


આજ એવું મુજમાંથી એવું તે આ કંઇ ગયું,

ને પછીથી એથી અદકેરું ઉમેરણ મહીં ગયું.


કંટકો પણ જો મહેંકી આ રહ્યા સઘળા અહીં,,

કોણ આવી હાથમાં ગુલાબ આજે દઇ ગયું.


કોણ રાતે ટમટમાતું તારલાની મધ્યમાં, 

ને સવારે સૂર્ય જેવું ઝળહળાતુ થઇ ગયું.


આ દિશાઓ પણ કરે છે જો ઇશારો એ તરફ, 

કોણ આવી હાથ પકડી મુજને ત્યાં લઇ ગયું.


Rate this content
Log in