કહેવાય નહીં
કહેવાય નહીં
1 min
23.2K
એ મને શું ફાવશે કહેવાય નહીં,
એમને શું ભાવશે કહેવાય નહીં.
ભલે ને રસ્તા બદલતો હું રહું,
તું જ સામે આવશે કહેવાય નહીં.
જમાવટ તો રોજ એવી હોય છે,
આજ વરસાદ આવશે કહેવાય નહીં.
આમ તો એ મૌન છે વરસો થયાં,
બોલશે બોલાવશે કહેવાય નહીં.
રહે છે મુક્ત સુખને દુખથી,
બંધનો અપનાવશે કહેવાય નહીં.
એ સહુની બહુજ પ્યારી છે છતાં,
મહેંદી કેવી આવશે કહેવાય નહીં.
હસાવે એ શરત છે "રશ્મિ"ય થી.
તે છતાંય રડાવશે કહેવાય નહીં.
