Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ખાનદાની

ખાનદાની

1 min
328


હર કદમ સતત કમાઈ છે જિંદગીમાં અમે ખાનદાની,

બસ જરૂર પડે ત્યાં ખર્ચ્યા કરૂં છું ખેલદિલીથી ખાનદાની !


કોણ મંઝિલોની કરે પરવા અંતરના આનંદની રાહ પર,

કદમ કદમ બસ વેરી ને હું વહેંચ્યા કરૂં છું ખાનદાની !


જીતાયા છે જંગ કંઈ, વગર યુદ્ધે અમારા જીવન મોરચે,

વિશ્વાસથી હાર્યા જ કરૂં છું હંમેશા ખોરડાની ખાનદાની !


ભલે ને કરતો રહ્યો ઈર્ષ્યા આ જમાનો મારી મૌલિકતાની,

તોય દાદ મેળવી જ જાય છે મારી લખવાની ખાનદાની !


ક્યાં માપવા જાઉં અમર્યાદ આકાશની સીમા હું મર્યાદિત,

ને પંથ કાપી નાંખે છે મારી આ મજબૂત પાંખોની ખાનદાની !


રણમાં પણ જીવી ગયા અમે ઝાકળની બૂંદોના ભરોસે,

ને મોતને મ્હાત આપતી રહી કાયમ તરસની ખાનદાની !


નાવના ભરોસે બેસી રહેત અમે આખી જિંદગી તો શું થાત,

સામે પાર લાવી છે અમોને એક તુચ્છ તરણાની ખાનદાની !


'પરમ' દિપક તો પ્રગટાવી દીધાં ઝંઝાવાત વચ્ચે અમે,

ને ખરે ટાંકણે કામ આવી 'પાગલ' પવનની ખાનદાની !


Rate this content
Log in