કહાન કરો ના કેર
કહાન કરો ના કેર
1 min
219
કહાન કરો ના કાળો કેર,
રાધા જુવે વાટ આવો ઘેર,
કહાન વૃંદાવન વાંસળી વગાડતો રે,
તારી રાધા જુએ તારી વાટડી રે,
કહાન માખણ ખાઈને કાળજું કઠણ તારું રે,
તારી રાધા રાહ જુએ રોઈ રોઈને રે,
સોળ હજાર એકસોને આઠ પટરાણી રે,
મારે કહાન તારાં સિવાય કોઈ નથી રે,
જરા કરને કાનુડા તું મહેર રે,
તારી રાધા બોલાવે દિલથી રે,
આવું નહોતું જાણ્યું અંધેર રે,
મારી દશા તે શું કરવા ધારી રે,
કહાન કરો ના કાળો કેર,
રાધા જુએ વાટ એકવાર આવો રે,
