ખામોશી
ખામોશી
1 min
291
ઉદાસ અંધારી રાત છે - ચમકતા ચાંદ જેવું રૂપ છે,
હતાશાનો ઓથાર ઓઢીને જાણે ખામોશી પણ ચૂપ છે,
નજર ધગધગતી આગ જેવી છે ચોમેર શોધતી છાંય,
હજારો ખ્વાહિશ છે હજારો વેદના છે જિંદગી ધૂપ છે,
જેના લીધે ભરપૂર ધરતી ગગન જાહોજલાલી,
બહાર ક્યાં કશું ? જે છે તે ભીતર - આતમ ઊંડો કૂપ છે,
કરે ઘાયલ દિલ-કેફી આંખો નાજુક અદાની સાદગી,
ક્યાં પહોંચે મંઝિલ સુધી ? પ્રેમ પંથ પ્રવાસી સ્વરૂપ છે,
જાણે દરિયામાં ભળી દરિયો થઈ જવાની દીવાનગી,
બંદા પરવરદિગાર પ્રેમના સ્વરૂપનો તું સ્તૂપ છે.
