STORYMIRROR

Kaleem Momin

Others

3  

Kaleem Momin

Others

કેટલું ફરશો ફરી ફરીને

કેટલું ફરશો ફરી ફરીને

1 min
25.6K


કેટલું ફરશો ફરી ફરીને

બેબસ ઘરમાં બેસો ઠરીને

પીડાઓથી પ્રેમ કરીને

આદમ ચાલ્યા આહ ભરીને

જૂઠનું જીવન જગમાં બે પળ

સત્ય અમર છે શીશ ધરીને.

ટૂંકમાં સાંભળ કરબલ કથની

લોહીની ધારે મૌત છરીને

જન્નતમાં ના ફાવ્યું એથી

નીચે આવ્યા, ભૂલ કરીને

તીર ચલાવી ધ્રૂજે કોઈ

ઘા ઝીલે કોઈ સ્મિત કરીને

પ્રેમથી પંપાળી રાખી છે

સબ્ર નામની એક પરીને.

સુખનો કાંઠો આવશે ક્યારે ?

થાક્યો દુઃખનો દરિયો તરીને.

પાક બની જાયે પાલવમાં

આંખથી આંસુ ખરી ખરીને

ઇશ્ક વહે છે આંખથી દળ દળ

તમે થાકશો ખોબો ધરીને.

કોને મળવા જાય ખબર નય

હરિ હરિને સ્મરી સ્મરીને.

આદમ જન્નત પાછો ચાલો

બવ જીવ્યા છો મરી મરીને

સ્વર્ગમાં કોઈ રાહ જુએ છે

થોભો આવું વાત કરીને

છે જ ભરોસો અલ્લાહ પર તો

શા માટે જીવે છે ડરીને ?


Rate this content
Log in