કેમ
કેમ
જિંદગી જીવશું કેમ તારા વગર ?
ખુદ ને પણ માનશું કેમ તારા વગર ?
હું પણું જો કરું,તો તું દેખાય છે
તુજ ને પામું હું કેમ તારા વગર ?
ખોજતો જા તને ખુદ ખુદા મળી જશે
મુજ ને પામું હું કેમ તારા વગર ?
આંધળી આંખ છે, અમાસની રાત છે
વાદળા શોભશે કેમ તારા વગર ?
ચાલ, પાષાણ કાજ, રણમાં આગવી !
સ્મિત વેરાન છે આજ તારા વગર
જો મળે રાહ માં તો ભલા કોણ છો ?
ખુદ તું હેરાન છે ? આજ તારા વગર
હું કહું તો જ છે તું કહે તો નથી ?
આપણું જ્ઞાન છે આજ તારા વગર !