STORYMIRROR

Shaurya Parmar

Others Tragedy

3  

Shaurya Parmar

Others Tragedy

કેમ?

કેમ?

1 min
28.1K


ખબર નથી,  

ક્યા રખડ્યા કર્યું છું?


એકલો એકલો કેમ, 

બબડ્યા કરું છું? 


દડો નથી હું છતાંય, 

કેમ ગબડ્યા કરું છું? 


વાતો કરવા ઘણા છે, 

તો કોની હાટુ ભટક્યા કરું છું? 


આ રસ્તો સીધો જ છે, 

ફરી કેમ અટક્યા કરું છું? 


ફાંસી નથી કે ફંદો, 

તોય કેમ લટક્યા કરું છું? 


ના અડું કે નડું કોઈને, 

તોય કેમ ખટ્કયા કરું છું? 


નથી પવન કે નથી પાંપણ, 

તો પછી કેમ મટક્યા કરું છું? 


યમ રોજ આવે છે આસપાસ, 

તોય કેમ છ્ટક્યા કરું છું?


Rate this content
Log in