Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Others

4.3  

Ramesh Patel (Aakashdeep)

Others

કેમ કરી વાયરાને વારું

કેમ કરી વાયરાને વારું

1 min
194


કેમ કરી વાયરાને વારું?…..રમેશ પટેલ(આકાશદીપ)

 

વાત ઉડાડવાની વાયરાને ટેવું,

કેમ કરી વાયરાને વારું?

વાત જ બધી એની પરબારું.

 

ગાજે અંબર આ વેરતું અજવાળું,

લોક કહે મેઘલાનું ટાણું,

મારે ઝાપટને વાયરો થાય ઘેલો,

લો આ મેઘલાનું ભારું…

વાત જ બધી એની પરબારું.

 

લીલાછમ વગડે ઝૂમતી વસંતી,

ટહુકે કોયલ ડાળું ડાળું,

બેસ અલી ચંપા, વાયરા વદતા-

હું તો બારણે બારણે ભાળું…

વાત જ બધી એની પરબારું.

 

પાનખર આવીને તરૂ બધાં બુઠ્ઠાં-

ને રજની પાથરે  અંધારું,

આવ્યું ભૂત કહી, બારી એ ખખડાવે,

પૂંછું તો કહે… હું વગડાને તાણું,

વાત  જ બધી એની પરબારું.

 

શાણો થઈને મારતો એ શેખી,

અંદર-બહાર સૌને રમાડું,

દેતો દાટી, જો આ વાયરા જાશે વછૂટી,

તને બાંધશે લાકડાનું ભારું,

વાત જ બધી એની પરબારું.

 

સાકરથી મુખભરી બાપલાને બોલું,

થાજે થોડો તું વ્યવહારું,

એમ કરી વાત હું વારું(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in