STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

કેદ આકાશ

કેદ આકાશ

1 min
28.1K


આ કેવું છે કેદ આખું આકાશ

પ્રેમ પિંજરમાં છે બંધ આશ


કોઈ પાસ રહીનેય ખૂબ દૂર

ને કોઈ દૂર રહીને સાવ પાસ


આ મૃત ટોળાને હું શું કરું ?

જીવંત એક હો કોઈ ખાસ


પાનખરના પગરવમાં સુણું

તુજ આગમનનો આભાસ


પાંખોના ફફડાટમાં અટવાયો

મુક્તિનો એક મહા પ્રવાસ


લાચાર આંખોમાં મૂક માંગ

ધબકારનો થયો ક્યાં હ્રાસ


મોલ મલાલનો પનપી રહ્યો

ઊગે આપમેળે જેમ ઘાસ


જેને ચાહું એનાથી જ વિરહ

તિશ્નગીનો આ તો કેવો ત્રાસ


ભટકી રહી એક એક શ્વાસ

ખુદના કાંધે જેમ ખુદની લાશ


એક "પરમ" ઝંખના શ્યામની

ઝંખે આ જીવડો "પાગલ" રાસ


Rate this content
Log in