STORYMIRROR

Masum Modasvi

Others Romance

3  

Masum Modasvi

Others Romance

કદમ કદમ

કદમ કદમ

1 min
27.1K


વાંકી નજરમાં કેટલાં ભાવો તરી રહ્યાં,

લાગે પ્રણયની શોધમાં તનહા ફરી રહ્યાં.


નજરો નજરના કામણો દ્રષ્ટિ કરી રહી,

ઘાયલ થયેલી લાગણી સામે ધરી રહ્યાં


પામી જવાની ચાહને જાગી હ્રદય લગન,

સ્નેહે ભરેલાં ભાવની આશા કરી રહ્યાં.


રાહે વફામાં ચાલતાં ગણતાં કદમ કદમ,

મનના જગેલાં ભાવમાં પગલાં ભરી રહ્યા.


માસૂમ જગતની રીતના ધારા અલગ પડે,

આપી વચનને વાયદા પાછા ફરી રહ્યાં.


Rate this content
Log in