કદાચ
કદાચ
દીવો બુઝાય ત્યારે જ, વધુ તેજ આપે,
એ દીવાની અવધિ, કદાચ ટૂંકી પણ હોય !
સૂરજ આથમે ત્યારે જ, પડછાયો લાંબો હોય,
એ કહેવત, કદાચ ખોટી પણ હોય !
અફવા હોય ત્યારે જ, બજાર ગરમ હોય,
એ વાત, કદાચ હકીકત પણ હોય !
સંબંધોમાં નામ હોય ત્યારે જ, અર્થ હોય,
એ સંબંધ, કદાચ અનામી પણ હોય !
કિસ્સાઓ હોય ત્યારે જ, જિંદગી રંગીન હોય,
એ કિસ્સા, કદાચ આમજ યાદગાર પણ હોય !
વાત બીજાંની હોય ત્યારે જ, સાંભળવાં કાન અધીરાં હોય,
એ વાત, કદાચ કોઈ આપણી ખાનગી પણ હોય !
દિલમાં ઊંડા જખમ હોય ત્યારે જ, રચના ભાવનાશીલ હોય,
એ જખમ, કદાચ કોઈ અધૂરી 'ચાહત' પણ હોય !
રસ્તાઓ સુમસામ હોય ત્યારે જ, કર્ફ્યુ હોય,
એ સન્નાટો, કદાચ 'કોરોના'નો પણ હોય !
