કબૂતરું
કબૂતરું
1 min
168
કબૂતરું ભાઈ, કબૂતરું
રાખોડી રંગનું કબૂતરું,
પગ એના રતુમડા ને,
ઘૂ..ઘૂં..કરી ગામ ગજવતું;
મળે જગ્યા, ત્યાં માળા જ બાંધતું,
વિશ્વાસ રાખી વસવાટ કરતું;
પરિવાર સાથે ભળીને રહેતું,
શાંતિદૂત એ કહેવાતું;
પાંખો ફફડાવી ફર.ર.ર.. ઊડતું,
ઊંચા આકાશે વિહાર કરતું;
કબૂતરું ભાઈ, કબૂતરું,
અનેક રંગી પ્યારું કબૂતરું.
