STORYMIRROR

Chirag Padhya

Others

3  

Chirag Padhya

Others

કાયા

કાયા

1 min
28.4K


અય કુદરત ગજબ રહી તારી રચેલી માયા,

માટીના રમકડાં રુપી રચી તે નિર્મળ 'કાયા.'


'કાયા' પૂર્યા પ્રાણ, ખેલ તે અજબ રચાયા,

રંગમંચના કિરદારો અલગ ખોળિયે સજાયા.


જીવતે જીવંત 'કાયા' ગીત અનોખા ગાયા,

મર્યા પછી મટી 'કાયા' કોઈ ના પાછા આયા.


મટી ગઈ જ્યા 'કાયા' સાથ ના રહેતા સાયા,

'કાયા' મટી માટી બની માટીમાં બધા સમાયા.


'કાયા' જુઠી માયા જુઠી, જીવન તડકા છાયા,

પવિત્ર છે *કાયાની* સૃષ્ટિ ના ખોયા ના પાયા.


'કાયા' છે 'ચિરાગ,' પ્રગટી અંધકાર મિટાયા,

પ્રગટે છે એ બળશે અંતે સંકેલે માયા 'કાયા.'


Rate this content
Log in