કામ પડે
કામ પડે
1 min
208
લહેર કરવા લાલો વ્હાલો લાગે,
કામ પડે ત્યારે કાણો યાદ આવે,
છતાંય કાણો દીઠો નવ ગમે
ને જરૂરિયાતમાં કાણો યાદ આવે,
કાણાની અદેખાઈ, ઈર્ષા આવે
કાણાને નજરઅંદાજ કરવામાં આવે
જરૂર પડે ત્યારે કાણો યાદ આવે,
ભાવના આ સ્વાર્થી દુનિયા છે
પગ પર ઠોકરો મારે છે
કાણાની કોઈ વાત ગમે નહીં
છતાંય કાણાની અપેક્ષા રાખે છે,
કાણાની મજાક મશ્કરી કરે
છતાંય કાણો યાદ આવે છે
કાણાની ઉપેક્ષા કરવામાં આવે
છતાંય કાણો યાદ આવે છે.
