STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

કાગડા બધે કાળા

કાગડા બધે કાળા

1 min
27.4K


શબ્દોના શહેરમાં, પરખાય, માણસ ડગલે ને પગલે

ચહેરાનું સત્ય જાણો માણસ ભીતર જુદો બહાર જુદો


ખરા ખોટાના ખેલમો માણસ મપાય અવાજના વજને

ચહેરો અદ્લ માપ બોલે માણસ ભીતર જુદો બહાર જુદો


સત્યનો સાથી એક જયાં અસત્ય જીવે લૈ બહાનાં અનેક

આમ બેધારી જીન્દગીમાં માણસ ઘરમો જુદો બહાર જુદો


વાત કેમ કરવી,નિયમોની કે સિદ્ધાંતોની સફરના ચઢાણે

ગોઠે, ગોઠે, જુદો માણસ,વાતમાં જુદો વ્યવહારમાં જુદો


ખુલ્લા મને ફરવું હોય સંસારમો ,તો છે, કોઈ , ઠેકાણાં ?

માયાના ભરડામાં માણસ સાધુમાં જુદો શેતાનમાં જુદો


અગડમ બગડમ નેતાગીરી નાતે સેક્યુલરો સૌ સંસાર ધ્રુજાવે

પરિવારે જાત છુપાવી સત્તાસંપત્તિએ વહીવટે જુદો વર્તને જુદો


Rate this content
Log in