જય માતાજી
જય માતાજી
1 min
233
ઓ ચેહર માથે રાખો તમારો હાથ,
દુન્યવી માયામાં ચાહું તમારો સાથ,
જય ચેહર, જય માતાજી રટુ માત,
ગોરના કૂવે હાજરાહજુર બેઠી માત,
રમેશભાઈ એ ભક્તિની ભરાવી બાથ,
ભકતો હરખે દર્શને આવે સાથોસાથ,
નાયણા રૂપાની દેવી પરચાઓ પૂરે છે,
ભાવના ભાવે ભજે નિશદિન માત,
સોનાનો મઢડો જોઈને હરખ થાય છે,
ચેહર મોડું ન કરતાં વ્હારે ચડજો મા,
હે ચેહર માતાજી ઝાલો અમારો હાથ,
સતની ધજા ફરફર ફરકે ચેહર મા.
