જય બજરંગબલી
જય બજરંગબલી
1 min
296
આપણી ઈચ્છાઓ હનુમાનજી જાણે છે,
મહાબલી શ્રધ્ધા થકી હાજરી પૂરાવે છે.
આંગળી પકડીને મહામારીમાંથી પાર ઉતારશે દાદા,
માપમાં ક્યાં છે અમાપ શકિતશાળી છે દાદા.
જેવો વિશ્વાસ રાખો એવો ચમત્કાર કરે દાદા,
જય બજરંગબલી કહેતાં વાયુવેગે આવે છે દાદા.
ભાવના સાંભળે છે સૌની એ પ્રમાણે ફળ આપે છે,
પવનપુત્ર હનુમાનજી પવનની ગતિએ આવે છે.
માણસ માત્ર ભૂલને પાત્ર છે દયાળુ દાદા,
એ ભૂલો માફ કરી વ્હારે ચઢો દયાળુ દાદા.
આ જગતમાં અજરઅમર છે દયાળું દાદા,
શંકર દાદાનો રુદ્ર અવતાર છે દયાળું દાદા..
