જૂઠ પ્રપંચનો પરદાફાસ
જૂઠ પ્રપંચનો પરદાફાસ
1 min
26.2K
ચમરબંધીઓના જીવન મરણ છે જેના હાથમાં
માહોલ ખરડાયો કાંઈ ના રહ્યું હવાના બાથમાં
વિચારોને કાટ જ્યારથી લાગ્યો છે વ્યવહારમાં
શોધીને ખીલા ઠોક્યાં છે આબરૂની હયાતીમાં
ભ્રહ્માંડની હયાતી ને અંત જેઓને ખાળવો’તો
પંડના પનોતા મુલવાયા જૂઠ પ્રપંચના દરબારમાં
કુકર્મોનું આભ ફાટ્યું છે થીગડા ક્યાં ક્યાં મારવાં
ધરતી આ એજ ખાડા ખોદી ડુંગર દીધા દાનમાં
મવાલીઓ માથે વીર પેદા થતા રહયા પ્રવાહમાં
ઋષિના હવન વર્ષોથી ચાલુ દાનવી પ્રસ્તાવમાં
