જશે
જશે
1 min
22.9K
જખમ રેત સમ લસરવાથી શું વિસરાઇ જશે
વાદળ ન જાણે વરસવાથી મોસમ ભીંજાઈ જશે,
સ્મરણ બારીએ ચહેકવાથી ઉદાસી રીસાઈ જશે
દિ આથમવાથી ગુંજન એમ ફૂલે બીડાઇ જશે,
સુખને ખુદ આલિંગવાથી ખૂણે છૂપાઇ જશે
હૈયું શબ્દે ટપકવાથી કલમ અકળાઇ જશે,
કાચ સમ ટકરાવાથી સંબંધ બરડાઇ જશે
આક્રંદ મૂક પછડાવાથી રૂદન ભીંસાઇ જશે.