જોયો છે ચાંદ મેં
જોયો છે ચાંદ મેં
યુવાનીમાં હસતો હસાવતો,
વૃદ્ધાવસ્થામાં મસ્ત રહેતો,
આદિત્યનો અસ્ત થયો ને,
થયો ચાંદ નો ઉદય
જોયો છે ચાંદ મેં.
હજારો કાળાં વાદળો વચ્ચે,
લાખો કાળાં ડાઘ વચ્ચે,
મલકાઈને બધાનું દિલ જીતતો
જોયો છે ચાંદ મેં.
ફુરસદના સમયે ફુરસદથી નિહાળતો,
અનેક તારાઓ વચ્ચે,
એક અલગ ઓળખ બનાવી પણ.
તારાઓથી નહીં અલગ થતો.
જોયો છે ચાંદ મેં.
ગીતને મળ્યો રાગ ત્યારે,
ગીતકારની આંખોમાંથી વહેતાં પ્રેમની જેમ,
જોયો છે ચાંદ મેં.
વાદળોની વચ્ચે છૂપાતો શરમાતો,
નવોઢાની જેમ ઘૂંઘટથી નિહાળતો,
જોયો છે ચાંદ મેં.
ચારે દિશામાં એકસમાન રોશની દેતો,
જાણે માની અમીદ્રષ્ટિ એકસમાન બધાં સંતાનો માટે
જોયો છે ચાંદ મેં.
