જોઉં છું
જોઉં છું
1 min
26.6K
બ્હાર થોડું થોડું ભીતર જોઉં છું
હું નરી આંખે સમંદર જોઉં છું,
ઝાંઝરી સ્મરણોની પુકારે મને
એમ હું ઝંકાર અંદર જોઉં છું,
કેટલી એમાં પિપાસા પ્રેમની?
ઝેરના મારણનું ખંજર જોઉં છું,
તારી મીઠી વાતનું સંભારણું
સાંજ પડતાં બજતી ઝાલર જોઉં છું,
શૃંખલા અનુરાગની અટકી પડે
આ સમયચક્રોમાં મંજર જોઉં છું!
