જોઈએ ...ગઝલ
જોઈએ ...ગઝલ
1 min
13.6K
ધૂળ ,કંકણને અહી ક્યારેક તપવું જોઈએ ,
માર્ગ પર થર સાંકળા, ક્યારેક ખસવું જોઈએ .
ક્યાંક ખોવાયેલ છે, શૈશવ અહીંયા આસપાસ,
પાદરે તું શોધ, ચોક્કસ એય મળવું જોઇએ.
ઈંટ, રેતી, નીર ને સિમેંટ ભેગા થઈ ગયા,
જો ચણો ઘર તો પ્રણયનું દ્વાર ચણવું જોઇએ.
ડાળ આપે છાંયડો સૌને મજાનો એટલે,
વૃક્ષ છું, મારેય ગૌરવપૂર્ણ નમવું જોઈએ.
છો હૃદયમાં દર્દ હો તો પણ ભલા માણસ હવે,
આંખમાં લઈ હર્ષ તારે ગામ ફરવું જોઇએ
