જન્મ્યા પછી જ મળે મરણની તિથિ
જન્મ્યા પછી જ મળે મરણની તિથિ
1 min
26.5K
જન્મની પળ હતી ને મરણની એ પળ હતી
પળ કુપળ હતી એ જન્મથી તળ અકળ હતી
વલણ વગરની પળનાં ક્યોએ નથી જતાં ચરણ
આવરણનાં વમળમાં રહેતી પળ અકળ હતી
શેર ને માથે, સવાશેર કરે, વખતની વહેચણી
સમયને ઝીણી ક્ષણોમાં વેતરતી પળ અકળ હતી
સમય જ સમયે મળતાં ફળ અહીંની નીતિ રીતી
નસીબથી વધુ કે ઓછું પામવાની પળ અકળ હતી
સમય પહેલો મળ્યું હોય એવી ક્યોએ નથી તિથી
સમય પછી મળ્યાના પુરાવા સાથે પળ અકળ હતી
અકળ ફેરફારે ને અનુક્રમેં ઉછરે સૌ ક્રમની ગતિએ
અનુક્રમ છે અને નથી એ ઈન્ડેક્ષની પળ અકળ હતી
