જન્માષ્ટમી
જન્માષ્ટમી

1 min

153
જન્માષ્ટમીએ જન્મનારો કૃષ્ણ ક્યાં ?
પિંજર કદી એ તોડનારો કૃષ્ણ ક્યાં ?
ઉજવાય જેની ભાવથી જન્માષ્ટમી
ભક્તો જગે તારનારો કૃષ્ણ ક્યાં ?
સિધ્ધાંતને નેવે ચઢાવી ચાલતાં
સ્વાર્થીજનો પર ખોફનારો કૃષ્ણ ક્યાં ?
આફત હવે તો માનવીને ખોતરે
એ આંગળી પર ધારનારો કૃષ્ણ ક્યાં ?
શિશુપાલને કંસો વધ્યાં છે ઠેરઠેર
એ ક્રોધથી ડામનારો કૃષ્ણ ક્યાં ?
જે ધર્મ કેરા યુધ્ધમાં આગળ રહે
રથ પાર્થનો હાંકનારો કૃષ્ણ ક્યાં ?
ગોકુળ તણી ગોપી ઝૂરે છે આજ તો
મોહન બની મોહનારો કૃષ્ણ ક્યાં ?
ગાયો તણો રખવાળ, જો ગાયો કપાય
ગાયો હવે પાળનારો કૃષ્ણ ક્યાં ?
જન્માષ્ટમી આવે વળી જાતી રહે
આત્મા ખરો જાણનારો કૃષ્ણ ક્યાં ?