STORYMIRROR

Umesh Tamse

Others

3  

Umesh Tamse

Others

જમાવટ કરી છે

જમાવટ કરી છે

1 min
26.5K


હૃદયથી ગઝલની લખાવટ કરી છે, 

શબદના સુમનથી સજાવટ કરી છે. 

બને ચોટવાળી ગઝલ એટલે તો, 

અમે કાફિયામાં મિલાવટ કરી છે. 

સતત જિંદગીને સુગંધી કરીને, 

અમે લાગણીની ખિલાવટ કરી છે. 

ને ઉરમાં થયેલા ઝખમને કહેવા, 

સખા સાથ આજે જમાવટ કરી છે. 

જગત લાગણીનું છે કેવું ?સમજવા, 

સદા દિલમાં જઇને છણાવટ કરી છે. 

 


Rate this content
Log in