જલ દર્શન
જલ દર્શન
1 min
44
નોખા રૂપે, જલ દરશને, નીર દીસે અનોખું,
પાણી ઠંડે, બરફ થઈને, શીત બાઝે સફેદી.
બાષ્પ દોડી, ગરમ જળમાં, તાપ આગે છુપાતી,
ચોમાસે તું, તરહ તરહે, ભેજ રૂપે લપાતો.
મોતી બિંદું, શબનમ બની, ઝાકળે શોભે ઈંદૂ,
ઊંચે ઉડી, જળનિધિ દરિયે, વાદળે મેઘ જામે.
થીજી આભે, હિમ વરસતી, શ્વેત રૂપે શિયાળે,
શૈલે ટોચે, ખળખળ વહે, વોંકળા ક્ષીર નીચે.
નોખા રૂપે, જલ દરશને, નીર દીસે અનોખું,
આખે આખા, ઝરણ બનતા, લોકમાતા સરીતા.