STORYMIRROR

Vasudev Barot

Others

3  

Vasudev Barot

Others

જખ્મ મેં ધર્યા હતા

જખ્મ મેં ધર્યા હતા

1 min
828


જખ્મ મેં ધર્યા હતા,

શબ્દ અવતર્યા હતા.


રંગ ના જચ્યા કદી,

મેં જ ચિતર્યા હતા.


કેવી આ તરસ મળી,

ઝાંઝવા તર્યા હતા.


લપસણા મળ્યા મને,

ઢાળ જે ઉતર્યા હતા.


જિંદગી લગી રહ્યા,

સંકટો વર્યા હતા.


તારલા પ્રકાશતા,

આભથી ખર્યા હતા.


શાંત જળ થયા પછી,

પાણી નિતર્યા હતા.


Rate this content
Log in