જિંદગી
જિંદગી
1 min
28K
જિંદગી જીવી ગયા બેકારની,
ને મરી જાસુ સદા મારણ વગર.
વેઠ આખી જિંદગી ની વેઠતા,
એ બધું ઉચકી ગયા ભારણ વગર.
લાભ-શુભ જેવું કશું હોતું નથી,
કામ કરશે સમય પણ બામણ વગર.
શાપ કેવો એમનો લાગ્યો હશે,
દિલ સદા ધડક્યા કરે કારણ વગર.
એક શ્વાસે જિંદગી જીવી ગયા,
આશરો ના કોઇ ના તારણ વગર.
