Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mr.Pratik Nakum

Inspirational

4.0  

Mr.Pratik Nakum

Inspirational

જિંદગી જીવવા જેવી લાગે છે

જિંદગી જીવવા જેવી લાગે છે

2 mins
313


અતિશય કામની વચ્ચે,

ઘરેથી કોઈ ફોન કરીને કહે કે

‘ક્યારે આવે છે ?’ 

એવું પૂછે...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


આંખ પર પડતો 

ઉદાસીનો પહેલો વરસાદ,

કોઈ પોતાના પાલવથી લૂછે...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે કોઈને કહ્યા વગર,

કોઈ આપણને પૂછે કે - 

"કેમ આજે ઉદાસ છે દોસ્ત ?"એમ કહે 

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે હાથ પકડીને 

પાસે બેસીને કોઈ સમજાવે કે -

"યાર તું મારા માટે ખૂબજ 'કિંમતી' છે !" 

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


સાંજ પડે સૂરજની જેમ 

આથમી ગયા હોઈએ...

અને ઘરનો દરવાજો ફૂલ જેવી

'દીકરી' ખોલે...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


અંધારું ઊંચકીને ઘરે લાવીએ...

પણ રસોડામાંથી 

'પરિવાર' નામનું અજવાળું બોલે...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે ઉજાગરા વખતે 

કોઈ બાજુમાં બેસીને કહે - 

"મોજ કર ને દોસ્ત આજે હું તારી સાથે 'જાગું' છું..." 

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે ફોટો પાડીને કોઈ મોકલે,

અને પ્રેમથી પૂછે કે - 

"હું કેવી લાગુ છું હે ?"

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


લોન ઉપર લીધેલી 

ખુશીઓના હપ્તા ગણતી વખતે,

કોઈ ખભા પર હાથ મૂકીને કહે કે

"ચિંતા કરમાં દોસ્ત થઈ જશે બધું, ભગવાન પર ભરોસો રાખ" 

એમ કહે 

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


ના કીધા પછી પણ 

પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,

કોઈ નજીકનો ખાસ મિત્ર

"અરે ખવાય જશે દોસ્ત" એવું કહે...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે વર્ષો જૂનો મિત્ર 

ફોન કરીને કહે કે - 

"બહું યાદ આવે છે તારી, ચાલને દોસ્ત ફરી વાર ફરી પાછા પેલાની જેમ ક્યાંક 'મળીએ'..."

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,

ને આરતીના સમયે મંદિરમાં

એક 'પ્રાર્થના' સાંભળીએ...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


બે ટંક ભોજન માટે 

ફૂટપાથ પર બેસીને,

'ગરીબ લોકો ને પોતાનું ગુજરાન ચલાવતા જોઈ' કોઈ બીજાની જિંદગી જોઈએ...

ત્યારે આપણી જિંદગી "જીવવા જેવી" લાગે છે !


હોસ્પિટલના ખાટલા પર 

'મોત સામે' બાથ ભીડતી,

કોઈ બીજાની જિંદગી જોઈએ...

ત્યારે આપણી જિંદગી "જીવવા જેવી" લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational