STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

જીવનના અંતિમ શ્વાસે

જીવનના અંતિમ શ્વાસે

1 min
14.2K


જીવનના અંતિમ શ્વાસે પ્રભુ

તારો છે સથવારો

શ્વાસે શ્વાસે કાના તારું છે નામ

સાથ સથવારો પ્રભુ તારો છે મારે


જીવનના પાપ પુણ્યના

સરવાળા બાદબાકી કરજો

મોહમાયા મૂકી જાવું છે મારે

તારે દ્વારે આવીને ઊભુ રહેવું છે મારે

સ્વગઁ નરકની આંટીઘૂંટીમાં હુ કંઈ ના જાણું

પ્રભુ ન્યાય તું મારો કરજે


પ્રભુ તારા દરબારમાં ન્યાય એવો કરજે

જમા ઉધારનો કરજે હિસાબ

કરમના મીઠા ફળ મને અપાય તો આપજે

મારી પ્રાર્થના તુ સ્વીકાર જે


શ્વાસેશ્વાસે મારો રુદિયો રડે છે.

પ્રભુ મારો કરજે તું ઉધ્ધાર

શ્વાસેશ્વાસે કાના તારું છે નામ

તારી છે આશ મને


મારી ફૂલવાડીની માયા ન છૂટે

કાચી માટીની કાયા ને ભળવું

અને મળવું ધરતીમાં

પણ જીંદગી થોડી જોવી હજુ બાકી


જીવનના ચોપડામા માંડજો હિસાબ

તેડું જો આવે મારા પ્રભુજીના ઘેર

જન્મ મરણનો ફેરો થાય સફળ

જીવનના અંતિમ શ્વાસે


Rate this content
Log in