જીવન
જીવન
1 min
136
પસાર થઈ રહ્યું છે આયખું આમ જ,
વિતાઈ પણ રહ્યું છે જીવન આમ જ,
ગયું બચપન યુવાનીયે ગઈ છે ચાલી,
જીવાઈ પણ રહ્યું છે જીવન આમ જ,
ભાર માથે રહ્યા છે કેટલાય જીવનના,
વિલાઈ પણ રહ્યું છે જીવન આમ જ,
ઉકેલાતા નથી પ્રશ્નોય કેટલાય અઘરા,
ધોવાઈ પણ રહ્યું છે જીવન આમ જ,
ગડથોલીયાં ખાઈ ગઈ જિંદગી 'દિન',
ખોવાઈ પણ ગયું છે જીવન આમ જ.

