Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

જીવન સફર

જીવન સફર

1 min
329


બાળપણથી થાય સુંદર જિંદગીની આ સફર,

ઝંખના સેવી અનોખી ઝંખતી રહેતી નજર, 


સ્વપ્નને હૈયે મઢીને, તન યુવાની જાગતી,

ધ્યેય સાથે ખેડતી દરિયો ગહન ઈચ્છા અમર,


આશ એની આભ જેવી, જે ભરે ઊંચી ઉડાન,

આ ધરા પર છે ચરણ ને આંખમાં જાપે પ્રખર,


કર્મની એ વાટ પકડી, ચાલ ચાલે જોમથી,

તાપ તડકાને સહીને, સ્પૃહતી બળવત્તર,


એક ઈચ્છા પૂર્ણ કરતાં, દ્વાર પર બીજી ખડી,

નામ એનું બાંધવાને, ઝાલતી કરથી અવર,


એમ કરતાં જિંદગી, વીતી જતી શ્વાસો ભરી,

ને કરચલી ખાય ચાડી, આખરે હારે કમર,


યાદ આખી જિંદગીની, આપતી દસ્તક ફરી,

એ જ ઘડપણ, એ જ આશા, આજપણ ટોવે અખર.


Rate this content
Log in