STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

4  

Ramesh Patel (Aakashdeep)

Others

જીવન પંથ પથરાળ

જીવન પંથ પથરાળ

1 min
154

જીવનપંથ પથરાળ…


હરિ તમે , દેજો  અમને  ઓથ,

વહાલું  તારું  શરણું  ને  સંગાથ

સમય આવે,કરજો રે સાવધાન

અમારી  અધૂરી  ના રહે  આશ

 

ગાડું  મારું  હાલક  ડોલક   થાય

હરિ દીઠો , જીવન પંથ પથરાળ

 

 

ટમટમ્યા,  શ્રધ્ધા  દીવડા   અણમોલ

માગું હરિ, જીવન ઝગમગ સમતોલ

 

જીવન  મારું, દોડે અધ્ધર તાલ

રાતલડી લાંબી લાગે રે સરકાર

હરિ તમે,  હંકારો નૈયા મઝધાર

તારા  વિણ  દીઠો   ના   આધાર…હરિ દીઠો , જીવન પંથ પથરાળ

 

ના  માગું  તારલિયાની   ભાત

માગું એક ચાંદલિયો સરતાજ

હરિ મારે, પામવો પૂર્ણ પ્રકાશ

ઝાલી હાથ,પહોંચાડજો મંગલ ધામ…હરિ દીઠો , જીવન પંથ પથરાળ

 

હરિ જોઉં, ઉષાની આયખે વાટ

ઉલેચવાં અંધારાં આ અવતાર

હરિ મારે, હૈયે પ્રગટ્યા ભાવ

ફૂલડે વધાવી નમીએ રે કિરતાર

હરિ દીઠો , જીવન પંથ પથરાળ

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in