જીવન એક મેરેથોન છે
જીવન એક મેરેથોન છે
1 min
19
જીવન એક મેરેથોન છે,
સ્વને સમજવાવાળું અહીં કોણ છે,
જીવન જીવવાનો આંખો દ્રષ્ટિકોણ છે,
પ્રેમ તો બે વચ્ચે થાય પણ,
કયારેક રચાતો પ્રણયત્રિકોણ છે.
માન ને અપમાનમાં,
કિલોમીટર નું અંતર માપે કોણ છે !
સાહસ ને શ્રદ્ધા વગર,
સફળતાનું સર્ટિફિકેટ આપે કોણ છે !
દોડી રહ્યો છે માણસ,
એને સમજાવી ને રોકવાવાળું કોણ છે !
સંઘર્ષ વગર સફળતા ના મળે,
એનું માર્ગદર્શન આપવા વાળું કોણ છે !
જીવન તો એક મેરેથોન છે,
દોડતા દોડતા જોવાતો જીવનનો દ્રષ્ટિકોણ છે,
જીવન તો એક મેરેથોન છે,
સ્વને સમજવાવાળું અહીં કોણ છે !