STORYMIRROR

Sunita B Pandya

Others

3  

Sunita B Pandya

Others

જીંદગીનો રમતવીર

જીંદગીનો રમતવીર

1 min
166

રમત રમી જાય છે લોકો,

પહેલા ગમ્મત કરે છે,

ને પછી રમી જાય છે લોકો,


ઘણીવાર તો ગમતાં લોકો જ રમી જાય છે,

ખો ખોની જેમ ખો કરી જાય છે,


ને બોકસરની જેમ મુક્કો મારી જાય છે,

કબડ્ડીની જેમ પગ ખેંચવા આવી જાય છે,


શરમને મૂકી અભરાઈએ શરત પર ઉતરી જાય છે,

વિશ્વાસુ માણસો જ વિશ્વાસઘાત કરી જાય છે,


પાસે રહીને રમાડનારા લોકો મળી જાય છે,

સારા માણસોજ તો છેતરાઈ જાય છે,


ક્રિકેટના સ્ટેડિયમમાં જયારે ઓડિયન્સ ગોઠવાઈ જાય છે,

છગ્ગા પર તાળીઓ ને ઝીરો પર ગાળીઓનો રિવાજ છે અહીં,


ગ્રાઉન્ડમાં ઉતરે છે રમતવીર ને તાકીને બેસે છે ઓડિયન્સ,

વિજેતા પર અભિનંદનનો વરસાદ વરસાવે છે ઓડિયન્સ,

ને હારેલા પર ટીકાનો વરસાદ વરસાવે છે ઓડિયન્સ,


ગોલ્ડમેડલ અને સિલ્વર મેડલની જેમ કિંમત કરી જાય છે,

ટીકીટના પૈસા વસૂલવા હસી લે છે ઓડિયન્સ,

રમત રમી જાય છે લોકો.



Rate this content
Log in