જિદ્દી કબૂતર
જિદ્દી કબૂતર
એ,નકટા કબૂતરે,
જિદ ધરાહાર કરી.
મારા ઘરમાં, ઘર એનું કરી.
એણે મનમાંની કરી.
લાવી,એક પછી એક એમ અનેક,
બાંધ્યો રૂડો રૂપાળો માળો.
ગોતી હવા-ઉજાસ,
ઊંચો બાંધો માળો.
ન કરે,ગલ્લુ- બિલ્લુ એનો ચાળો.
ફિકર એને બચ્ચાની કેવી ?
એ કેવો બુદ્ધિવાળો.?
( માલિક બોલે )
જોઈ, ઘરમાં થતો ગંધવાડો,
મેં કર્યો ગુસ્સાથી સિસકારો.
મારા સિસકારાની કદર ના કરી.
r>
હઠીલાં કબૂતરે ભારે કરી.
ડરે નહીં ડરાવે મને, ફફડાવી પાંખો.
ધમકાવે મને આંખોમાં નાખી આંખો.
( કબૂતર બોલે.)
માયુસ ન થા, તું માલિક,
ઉડશે એ, આવે પાંખો.
બચ્ચા વગરનો માળો, ઉડ ઉડ લાગેશે.
હું છું "માં", એકલાં મારાથી કેમ રહેવાશે ?
મોટાં થયે બચ્ચા, માળો ખાલી થાશે.
સહ પરિવારે આકાશે ઉડાશે.
કર નહીં, તું ચિંતા માલિક,
પછી ઘર તારુ ખાલી થાશે.
✍️ જાની.જયા.તળાજા. "જીયા"