ઝૂમતો ફાગણિયો
ઝૂમતો ફાગણિયો
1 min
164
હૈયાના હૂલ્લારે ફાગણિયો ય ઝૂમતો,
હું ય ઝૂમતી ને મારા ઓરતાં ય ઝૂમતા...!
હરખનાં હિલ્લોળે કેસૂડો ઝૂલતો,
ને વ્હાલાજીની યાદોમાં કેસૂડો
પ્રેમ બની રંગાતો ...!
ફાગણી પૂનમના વાગ્યાં છે ઝંકાર,
મેં તો રંગોની હેલીએ કીધા છે શ્રૃંગાર...!
સખીયો સહુ રમીએ સંગાથ,
ચાલને ભેરૂ રંગે રંગાઈએ હાથોહાથ...!
એકલતાનાં રંગ કાળજું કહેરે,
હોળીના રંગ દેખાતા મારા ચહેરે....!
દિલડું મારૂ નાચતું અપરંપાર,
હાલને ભેરૂ રંગાઈ જઈએ આરપાર...!
રંગો થકી કરીએ દૂર સૌ વ્યથા,
ચાલને ભેગા થઈ
ગાઈએ નવી ગાથા...!
રંગોની છે અવનવી દુનિયા મારા વહાલા,
મેઘધનુષી રંગે રંગાવા
કરું હું તો કાલાવાલા..!
