STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ઝખ્મોની નુમાઈશ

ઝખ્મોની નુમાઈશ

1 min
27.4K


ક્યારેક ઉદાસ મુસ્કાન તો કદી હસતા આંસુઓની કતાર

મોસમ દિલોની બદલતી હોય છે યારો આમજ લગાતાર


ઢળતી સંધ્યા ને અંધકારનું આગમન ને એક મયખાનું

જાન બચાવવા છે હવે બસ આ એક જામનો જ આધાર


નુમાઇશ ઝખ્મોની આ જાલિમ જમાના સમક્ષ શું કામની

જ્યાં ઈશ્વર ખુદ છેતરાયો છે જનમ લઈને અહી વારંવાર


એક અગમ્ય શોધ હંમેશા હોય છે મારી ખામોશીમાં પણ

ને આ બોલતા શબ્દોમાં તો બસ ચીતરાય એક ઇન્તજાર


જ્યાં જ્યાં મળ્યો છું હું દરવાજા ખોલીને દિલના દિલથી

ત્યાજ બોલતા શરમ આવે એવા થયા છે કંઈ અત્યાચાર


મારા જ ઘરમાં અજનબી થઈને મારે રહેવું પડશે "પરમ"

હવે તો કોઠે પડી ગયો છે આ જમાનાનો "પાગલ" વહેવાર


Rate this content
Log in